રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક; વડા પ્રધાને ફોન કરી ખબર પૂછયા

રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક; વડા પ્રધાને ફોન કરી ખબર પૂછયા
કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક છે. ત્રણ દવિસ અગાઉ હાર્ટએટેક આવ્યા બાદ તે ભાનમાં આવ્યો નથી. તેનું મજગ કામ કરતું નથી અને તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર રાજુની પત્ની શિખા સાથે વાત કરીને ખબર પૂછયા હતા. સંરક્ષણ પ્રદાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ શ્રીવાસ્તવ પરિવારને ફોન કરીને રાજુ જલદી સાજો થાય તે માટે શુભેચ્છા આપી હતી. 
રાજુની દીકરી અંતરાએ જણાવ્યું હતું કે, મારા પિતા વેન્ટિલેટર પર છે તે સાચી વાત છે. ડૉકટર તેમનાથી બનતી તમામ કોશિશ કરી રહ્યા છે. અમારો સંપૂર્ણ પરિવાર અત્યારે અહીં હાજર છે અને બધા પ્રાર્થના કરી રહ્યા છે. 
રાજુ સારવારને પ્રતિસાદ આપે છે કે કેમ એવા સવાલના જવાબમાં અંતરાએ કહ્યું હતું કે, એ વિશે અત્યારે હું કશું કહી શકું એમ નથી. અમે પણ ડૉકટર પાસેથી સારા સમાચારની આશા રાખી રહ્યા છીએ. 
રાજુની ટીમે સોશિયલ મીડિયા પર રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરો એવું હૅશટૅગ મૂકયું છે. હાર્ટએટેક આવ્યા બાદ રાજુની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી છતાં હજુ તેણે આંખો ખોલી નથી. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust