ટી-20માં 600 વિકેટ લેનારો બ્રાવો દુનિયાનો પહેલો બૉલર

ટી-20માં 600 વિકેટ લેનારો બ્રાવો દુનિયાનો પહેલો બૉલર
લંડન, તા.12: કેરેબિયન અનુભવી ઓલરાઉન્ડર ડવેન બ્રાવો ટી-20 ક્રિકેટમાં 600 વિકેટ લેનારો દુનિયાનો પહેલો બોલર બન્યો છે. તેણે હંડ્રેડ મેન્સ ટૂર્નામેન્ટમાં નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમતા ઓવેલના મેદાન પર ઇનવિંસિબલ્સ ટીમ વિરૂધ્ધ આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ મેચમાં બ્રાવોએ 29 રનમાં બે વિકેટ ઝડપી હતી. આથી ટી-20 ક્રિકેટમાં કુલ વિકેટનો સરવાળો 600ના આંકડે પહોંચી ગયો છે. ડવેન બ્રાવોએ તેની કેરિયરમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતા ટી-20 ઇન્ટરનેશનલમાં 91 મેચમાં 78 વિકેટ, આઇપીએલમાં 163 મેચમાં 183 વિકેટ અને અન્ય ટી-20 મેચોમાં 261 વિકેટ લીધી છે. ટી-20માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની સૂચિમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન છે. તેણે 339 મેચમાં 466 વિકેટ લીધી છે. સુનીલ નારાયણના નામે 460 વિકેટ છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust