ઝિમ્બાબ્વે પ્રવાસની વન ડે શ્રેણીમાં ધવનના સ્થાને રાહુલ સુકાની

ઝિમ્બાબ્વે પ્રવાસની વન ડે શ્રેણીમાં ધવનના સ્થાને રાહુલ સુકાની
મુંબઈ, તા.12: ઝિમ્બાબ્વે પ્રવાસની ત્રણ વન ડેની શ્રેણીની ભારતીય ટીમમાં ફેરફાર થયો છે. કેએલ રાહુલ હવે શિખર ધવનના સ્થાને ટીમ ઇન્ડિયાની કપ્તાની કરશે. અનુભવી ધવન હવે ઉપસુકાની તરીકે સેવા આપશે. બીસીસીઆઇએ ગઇકાલે રાત્રે આ જાહેરાત કરી હતી. કેએલ રાહુલ ફિટ જાહેર થયો છે. આથી તેને કેપ્ટનપદ સોંપવાનો પસંદગી સમિતિએ નિર્ણય લીધો છે. રાહુલ હવે હર્નિયાના ઓપરેશનમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે. તેની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પણ પસંદગી થઇ હતી, પણ આખરી સમયે કોરોના પોઝિટિવ થવાને લીધે રમી શકયો ન હતો. હવે તે ઝિમ્બાબ્વે પ્રવાસથી વાપસી કરશે. એશિયા કપની ટી-20 ટીમમાં પણ તેનો સમાવેશ કરાયો છે. જેમાં રોહિત શર્મા કેપ્ટન છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની વન ડે શ્રેણીના ત્રણ મેચ હરારેમાં તા. 18, 20 અને 22 ઓગસ્ટે રમાશે.
ભારતીય ટીમ: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિધ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાઝ અને દીપક ચહર.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust