સૌરવ ગાંગુલી ફરી કપ્તાન

સૌરવ ગાંગુલી ફરી કપ્તાન
વર્લ્ડ ટીમ સામેની મૅચમાં ઇન્ડિયા મહારાજાસ ટીમનું સુકાન સંભાળશે
નવી દિલ્હી, તા.12: પૂર્વ ભારતીય સુકાની અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી 1પ સપ્ટેમ્બરે એક પ્રદર્શની મેચમાં ઇન્ડિયા મહારાજાસ ટીમનું કેપ્ટનપદ સંભાળશે. આ મેચ ઇયોન મોર્ગના નેતૃત્વ તળેની વર્લ્ડ જાયન્ટસ ટીમ વિરૂધ્ધ રમાશે. કોલકતાના ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર આયોજિત આ મેચ લીજેન્ડસ ક્રિકેટ લીગનો હિસ્સો હશે. લીગની બીજી સિઝનની શરૂઆત આ મેચથી થશે. જે ભારતની સ્વતંત્રતાના અમૃત વર્ષના ઉપલક્ષ્યમાં રમાડવામાં આવશે. આ લીગના કમિશનર રવિ શાત્રી છે. ગાંગુલીની કપ્તાનીમાં ફરી એકવાર વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંઘ, મોહમ્મદ કેફ અને પાર્થિવ પટેલ જેવા જૂના ખેલાડીઓ રમશે. શ્રીસંથનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. જયારે વર્લ્ડ જાયન્ટસ ટીમમાં ઇયોન મોર્ગન, હર્શલ ગિબ્સ, સનથ જયસૂર્યા, જોન્ટી રોહડસ, મુરલીધરન અને બ્રેટ લી જેવા નિર્વત્ત થઇ ચૂકેલા જાણીતા ખેલાડીઓ હશે.
ઇન્ડિયા મહારાજાસ ટીમ: સૌરવ ગાંગુલી (કેપ્ટન), વિરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કૈફ, યુસુફ પઠાણ, એસ. બદરીનાથ, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ (વિકેટકીપર), સ્ટૂઅર્ટ બિન્ની, એસ. શ્રીસંથ, હરભજન સિંઘ, નમન ઓઝા, અશોક ડિંડા, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, આર. પી. સિંઘ, જોગિન્દર શર્મા અને રીતિન્દરસિંહ સોઢી.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust