એલઆઈસીનો જૂન ત્રિમાસિક ગાળામાં નફો રૂા. 603 કરોડ થયો

એલઆઈસીનો જૂન ત્રિમાસિક ગાળામાં નફો રૂા. 603 કરોડ થયો
એજન્સીસ
મુંબઈ, તા. 12 અૉગસ્ટ
શૅરબજારમાં તાજેતરમાં લિસ્ટ થયેલી લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા - એલઆઈસીનો જૂન ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો અનેક ગણો વધીને રૂા. 603 કરોડ થયો છે. પાછલા નાણાં વર્ષના સમાન ગાળામાં કંપનીએ રૂા. 24.3 કરોડનો નફો કર્યો હતો.
એલઆઈસીની પ્રીમિયમની ચોખ્ખી આવક પણ સુધરીને રૂા. 98,805.25 કરોડની થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 82,375.61 કરોડની થઈ હતી.
કંપનીની એસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ (એયુએમ) વધીને રૂા. 41.02 લાખ કરોડની થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 38.13 લાખ કરોડની થઈ હતી. જે 7.57 ટકાનો વધારો દર્શાવે છે. જાન્યુઆરી 2022 પછી અત્યાર સુધીમાં કંપનીના માર્કેટ શૅરમાં પણ વધારો થયો હોવાથી બિઝનેસ વૉલ્યુમ પણ વધ્યા છે, એમ એલઆઈસીના ચૅરપર્સન એમ આર કુમારે જણાવ્યું હતું.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust