જુલાઈમાં ખાદ્યતેલોની આયાત 31 ટકા ઊછળી 12 લાખ ટન થઈ

જુલાઈમાં ખાદ્યતેલોની આયાત 31 ટકા ઊછળી 12 લાખ ટન થઈ
મુંબઈ, તા. 12 :જુલાઈ માસ દરમિયાન ખાદ્યતેલોની આયાત 31 ટકા ઉછળીને 12.05 લાખ ટન થઈ હતી. પામ, સોયાબીન અને સનફલાવર તેલના ભાવ જૂન મહિનાથી ઘટી રહ્યા છે, તે વચ્ચે આયાતમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે સમાન ગાળામાં ખાદ્યતેલોની આયાત 9.17 લાખ ટનની થઈ હતી.
સોલ્વન્ટ એકસ્ટ્રેકટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદન મુજબ ખાદ્ય અને બિનખાદ્યતેલોનો સમાવેશ કરતા વનસ્પતિ તેલોની આયાત જુલાઈ માસમાં 24 ટકા વધીને 12,14,353 ટન થઈ હતી.
નવેમ્બર, 2021થી જુલાઈ, 2022 દરમિયાન ખાદ્યતેલોની આયાત વધીને 96,95,305 ટકા થઈ હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં 93,70,147 ટનની થઈ હતી.
ખાદ્યતેલોની મળેલી કુલ આયાતમાં પામતેલની આયાતમાં રિફાઈન્ડ પામતેલ 11,44,496 ટન, ક્રૂડ પામતેલ 36,59,699 ટન, ક્રૂડ સોયાબીન તેલ 33,30,556 ટન અને ક્રૂડ સનફલાવર તેલની 15,03,627 ટનની થયેલી આયાતનો સમાવેશ થાય છે.
અૉઈલ માર્કેટિંગ વર્ષ 2021-22ના પહેલા નવ માસ દરમિયાન રિફાઈન્ડ પામતેલની આયાત વધીને 11,44,496 ટનની થઈ હતી.
આ સમયગાળા દરમિયાન બિનખાદ્યતેલોની આયાત બે ટકા ઘટીને 2,79,688 ટનની થઈ હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં 2,84,489 ટનની થઈ હતી.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust