મરીન ડ્રાઇવ ઉપર લાઇટિંગની સજાવટ માટે સીએસઆર રૂા. 24 લાખનું ભંડોળ મળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતા મરીન ડ્રાઇવ વિસ્તારની 28 રહેણાંક ઇમારતો ઉપર પાલિકા દ્વારા લાઇટિંગ થવાની છે. જેને માટેના ખર્ચ પૈકી લગભગ 50 ટકા ભંડોળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી (સીએસઆર) સામાજિક જવાબદારી તરીકે પ્રાપ્ત થયું છે. મરીન ડ્રાઇવની 28 રહેણાંક ઇમારતો ઉપર તિરંગા લાઇટિંગ માટે લગભગ રૂ.48 લાખનો ખર્ચ થવાનો છે. તેને ધ્યાનમાં રાખીને આઇનોકસ ગ્રુપના મેનેજિંગ ડિરેકટર સિધ્ધાર્થ જૈન, પાર્કન્સ પેકેજિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સિધ્ધાર્થ કેજરીવાલ અને જ્યુપીટર ડાયમેકના મેનેજિંગ ડિરેકટર નિમેશ ચોખાણીએ પોતાની સામાજિક જવાબદારી હેઠળ પ્રત્યેકે રૂ. આઠ-આઠ-આઠ લાખ એમ કુલ 24 લાખનું ભંડોળ ચેક દ્વારા આજે (12મી અૉગસ્ટે) પાલિકા કમિશનર ડૉ. ઇકબાલ સિંહ ચહલને આપ્યું હતું. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust