મહારાષ્ટ્ર બાવન દેહદાન સાથે ત્રીજા સ્થાને ધકેલાયું

મુંબઈ, તા. 12 : દેશમાં દેહદાન-અંગદાનના મામલામાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે, જ્યારે પાડોશી રાજ્ય ગુજરાત જાહેર ક્ષેત્રની મદદથી આક્રમક અભિયાન દ્વારા બીજા સ્થાને પહોંચ્યું છે.
જે ગતિથી રાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે જોતાં પોતાનું સ્થાન પાછું મેળવવા રાજ્ય પાસે ચાર મહિનાનો સમય બાકી છે અને ગુજરાત તથા અંગદાનમાં હાલ મોખરાનું સ્થાન ધરાવતા તેલંગાણાને પછાડવાની શક્યતા બહુ જ ધૂંધળી છે. 2022ના પ્રથમ આઠ મહિનામાં મહારાષ્ટ્રમાં માત્ર 52 દેહદાન-અંગદાન જોવા મળ્યા હતા અને તેમાંના મોટા ભાગના પૂર્ણ (24) અને ત્યારબાદ મુંબઈ (22)માં જોવા મળ્યા હતા.
નાગપુરમાં દેહદાન- અંગદાનનો પાંચ અને ઔરંગાબાદમાં એક કેસ નોંધાયો હતો. 2020માં કોવિડ મહામારી શરૂ થઈ તે પહેલાં 2019માં મહારાષ્ટ્રે દેશમાં સૌથી વધુ 160 દેહદાનના કેસ નોંધ્યા હતા. 2020માં માત્ર 14 જણે દેહદાન કર્યું હતું અને 2021માં તેમાં સુધારો થયો હતો અને 95 જણે દેહદાન કર્યું હતું.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust