સ્વતંત્રતા દિવસની ઉજવણી : મોટા સમારોહ-સભાઓ ટાળવા નિર્દેશ

નવી દિલ્હી, તા.12 : દેશની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ધામધૂમે ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રીય પર્વને અનુલક્ષી કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. રોજ સરેરાશ 15000 નવા કેસ નોંધાઈ રહ્યા હોવાથી કેન્દ્રએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા કહ્યં છે કે સ્વતંત્ર દિવસ સમારોહ માટે કોઈ મોટી સભાનું આયોજન કરવામાં ન આવે, અને તમામ લોકો કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રત્યેક જિલ્લામાં મુખ્ ય સ્થળોએ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા અને તેને પખવાડિયુ કે મહિનો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે સૂચવ્યુ કે સાવચેતી માટે મોટા સમારોહ અને સભાઓ ટાળવી જોઈએ. એ જરુરી છે કે લોકો કોવિડ-19ને લગતાં દિશા-નિર્દેશોનું પાલન કરે. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust