ડ્રેગન સામે ભારતનું બ્રહ્માત્ર સફેદ હંસ

રશિયા આપશે દુનિયાનું સૌથી ઘાતક બોમ્બર વિમાન
નવી દિલ્હી, તા. 12 : વિતેલાં વરસે નવેમ્બરમાં ચીને ભારતીય સીમા પર એચ-6કે નામે વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે વખતે ભારત પાસે આ બોમ્બર સામે લડી શકે, તેવું કોઇ હથિયાર ન્હોતું, પરંતુ હવે ટૂંક સમયમાં ભારત રશિયા પાસેથી ટીયુ-160 વિમાન ખરીદવા જઇ રહ્યું છે. આવનારા સમયમાં ચીનને કોઇ નાપાક હરકત કરતાં 10 વાર વિચારવું પડશે. એટમ બોમ્બ ફેંકી શકે તેવાં બોમ્બર વિમાન મળી જતાં ભારતની વધનારી તાકાત સામે ડ્રેગનને ડરવું પડશે.
સીમા પર ચીનનાં લગાતાર આક્રમક વલણ સામે લડવાની તાકાત વધારવા ભારત રૂસ પાસેથી દુનિયાનું સૌથી ઘાતક બોમ્બર વિમાન ખરીદશે. ટીયુ-160ને વ્હાઇટ સ્વાન એટલે કે, `સફેદ હંસ' પણ કહેવાય છે. આ બોમ્બર વિમાન અત્યાર સુધી દુનિયાના માત્ર ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીન પાસે છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust