જુલાઈનો રિટેલ ફુગાવો ઘટયો : જૂનનું ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

નવીદિલ્હી, તા. 12 : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે તેમાં થોડી રાહતની આશા બંધાય તેવા હકારાત્મક અહેવાલ આવ્યા છે. ગ્રાહક ભાવાંક આધારે ગણાતો ભારતનો રિટેલ ફુગાવો જૂન માસનાં 7.01 ટકામાંથી ઘટીને જુલાઈમાં 6.71 ટકા થયો છે. એપ્રિલ માસ બાદ પહેલીવાર ફુગાવો 7 ટકાની સપાટીએથી નીચે આવ્યો છે.  બીજીબાજુ જૂન માસનું ઔદ્યોગિક ઉત્પાદન (આઈઆઈપી) 12.3 ટકા જેટલું વૃદ્ધિ પામ્યું છે. સાંખ્યિકી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં આ હકારાત્મક ચિત્ર સામે આવ્યું છે.
માસિક આધારે ઘટાડો થયો હોવા છતાં ગ્રાહક ભાવાંક સતત સાતમા માસે રિઝર્વ બેન્કની 6 ટકાની ઉચ્ચતમ મર્યાદા કરતાં વધારે રહ્યો છે. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust