આઝાદીનો અમૃત મહોત્સવના હિન્દી અને મરાઠી ગીતોની કૅસેટનું વિમોચન

આઝાદીનો અમૃત મહોત્સવના હિન્દી અને મરાઠી ગીતોની કૅસેટનું વિમોચન
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અતુલ શાહ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હિન્દી અને મરાઠીમાં બનાવવામાં આવેલા બે ગીતોની કૅસેટનું વિમોચન રાજ્યના કૅબિનેટ પ્રધાન અતુલ સાવે અને ભૂતપૂર્વ પ્રધાન આશિષ શેલારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ગીતો અનુક્રમે મયંક વૈદ્ય અને શ્રીપાદ થેટેએ લખ્યા છે. દત્તા થેટેના સંગીત નિર્દેશનમાં જીતેન્દ્ર ભુરુક, વિવેક પાંડે, અજય રાવ, મોના ભોરે, મંગલા પડવાલ, અનુજા પંડિત, ગરિમા ગુપ્તા અને માધુરી જયભાઈએ ગીતા ગાયા છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust