સર્વ સમાવેશી એ સાર્થક લોકતંત્ર

સર્વ સમાવેશી એ સાર્થક લોકતંત્ર
મુખ્ય ચૂંટણી કમિશનરે સમજાવ્યું લોકતંત્રનું મહત્ત્વ
નવી દિલ્હી, તા.12 : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દરેક નાગરિક માટે સમાવેશી હોય તેને સાર્થક લોકતંત્ર ગણાવ્યું છે. ગુરુવારે એક કાર્યક્રમમાં સંબોધન વખતે તેમણે કહ્યું કે કોઈ પણ લોકતંત્ર ત્યાં સુધી સાર્થક અને આકાંક્ષી ન હોઈ શકે જયાં સુધી તે તમામ નાગરિકો માટે સમાવેશી, કોઈ પણ પ્રકારનો ડર કે પક્ષપાત વિના સુલભ અને વિભિન્ન સામાજિક, રાજનીતિક અને આર્થિક નબળાઈઓ છતાં સહભાગી ન હોય.
કુમારે કહ્યં કે વૈશ્વિક મૂલ્યાંકન એજન્સીઓ દ્વારા લોકતંત્રોના મૂલ્યાંકન અને તથાકથિત રેન્કિંગ માટે રુપરેખા વસ્તુનિષ્ઠ અને પ્રાસંગિક હોવી જોઈએ. જ્યાં પરિમાણ, સામાજિક-સાંસ્કૃતિક તથા ભૌગોલિક સંદર્ભમાં પ્રત્યેક દેશ અનેચૂંટણી તંત્ર કાર્ય કરે છે. ભારતમાં ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 1971 બાદથી ભારતમાં મહિલા મતદારોની સંખ્યામાં 235.72 ટકાનો વધારો થયો છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust