મતદાન ઈવીએમથી જ : સુપ્રીમ કોર્ટ

મતદાન ઈવીએમથી જ : સુપ્રીમ કોર્ટ
મતપત્રકોથી ચૂંટણી કરાવવાની માગ ફગાવાઈ 
નવી દિલ્હી, તા.12 : સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ ફગાવી દીધી છે. કોર્ટે જન પ્રતિનિધિત્વ અધિનિયમની એ જોગવાઈની કાયદેસરતાને પડકારતી અરજી શુક્રવારે રદ કરી હતી જે અંતર્ગત દેશમાં મતદાન માટે મતપત્રને સ્થાને ઈવીએમનો ઉપયોગ શરુ કરાયો હતો.
જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ એમ.એમ.સુંદરેશની ખંડપીઠે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 19પ1ની ધારા-61એ ને પડકારતી અરજી પર વિચાર કરવા ઈનકાર કર્યો હતો જે ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ સંબંધિત છે. અરજી દાખલ કરનાર વકીલ એમ.એલ.શર્માએ બંધારણના અનુચ્છેદ 100ને ટાંકી કહ્યંy કે તે એક અનિવાર્ય જોગવાઈ છે. અનુચ્છેદ 100 ગૃહમાં મતદાન અને ગેરહાજરી છતાં ગૃહને કાર્ય કરવાના અધિકાર સાથે સંબંધિત છે. શર્માએ કહયુ કે મેં જન પ્રતિનિધિત્વ અધિનિયમની ધારા 61-એ ને એવુ કહેતાં પડકાર ફેંકયો છે કે તેને લોકસભા કે રાજ્યસભામાં મતદાનથી પસાર કરાયો નથી.
સુપ્રીમે અરજદારને પૂછયુ કે શું તમે ગૃહમાં જે કંઈ થાય છે તેને પડકારો છો ? શું તમે મતદાનને પડકારી રહયા છો ? તમે કઈ બાબતને પડકારી રહયા છો ? કોર્ટે કહ્યં કે અમોને તેમાં કોઈ ગુણ-દોષ મળ્યા નથી. અરજીમાં કેન્દ્રિય કાયદા મંત્રાલયને એક પક્ષ બનાવાયો હતો.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust