પ્રફુલ્લ પટેલ સામે સર્વોચ્ચ અદાલતમાં અવમાનના અરજી

પ્રફુલ્લ પટેલ સામે સર્વોચ્ચ અદાલતમાં અવમાનના અરજી
`ફીફા'ના પત્રની ગોઠવણ કરવાનો મામલો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ભારત પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપતા પત્રની વર્લ્ડ ફુટબોલ ગવર્નિંગ બોડી `ફીફા' અને એશિયન ફુટબોલ કૉન્ફેડરેશન (એએફસી) પાસેથી વ્યવસ્થા કરી આપવાનું નિહિતપણે કબૂલ કરવાનો એઆઈએફએફના ભૂતપૂર્વ વડા પ્રફુલ્લ પટેલ પર આરોપ મૂકતાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી અૉફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)એ બુધવારે સર્વોચ્ચ અદાલતમાં ભારતીય ફુટબોલના ભૂતપૂર્વ વડા અને એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ સામે અવમાનના અરજી દાખલ કરી હતી.
સીઓએએ હવે પછીથી કોઈપણ ફુટબોલ સંબંધિત હોદ્દો ધરાવવા સામે પટેલ પર પ્રતિબંધ મૂકવાની કોર્ટને વિનંતી કરી હતી.
પટેલ સિવાય સીઓએએ તેની આ અરજીમાં અન્ય સાત ભારતીય ફુટબોલ વહીવટકર્તાઓના નામ પણ સામેલ કર્યા હતા અને તેમના પર સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન નહીં કરવાનો અને ન્યાયપ્રણાલીના વહીવટતંત્રમાં દખલ દેવાનો આરોપ મૂક્યો હતો.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust