આજથી હર ઘર તિરંગા કાશ્મીરથી કન્યાકુમારી સુધી શાનથી લહેરાય રહ્યો છે રાષ્ટ્રધ્વજ

આજથી હર ઘર તિરંગા કાશ્મીરથી કન્યાકુમારી સુધી શાનથી લહેરાય રહ્યો છે રાષ્ટ્રધ્વજ
નવી દિલ્હી, તા. 12 : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાનું આહ્વાન આપ્યું છે એને દેશભરમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. અબાલ-વૃદ્ધ, મહિલા, હિંદુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મ કોમના લોકો 13-15 અૉગસ્ટ સુધીના અભિયાનમાં અગાઉથી જ જોડાઈ ગયા છે. આજે જુમ્માની નમાઝ બાદ દિલ્હી, મુંબઈ, લખનઉ, ભોપાલ, શ્રીનગર, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ, સુરત, કોલકાતા સહિતના દેશના મહાનગરોમાં મુસ્લિમો હાથમાં તિરંગો લઈને સારે જહાંસે અચ્છા... ઝંડા ઊંચા રહે હમારા સહિતના રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા નીકળ્યા હતા.
તિરંગા યાત્રામાં સ્કૂલના બાળકો અને સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ દેશની આન-બાન અને શાન તો છે જ, પરંતુ વિવિધતામાં એકતા અને કોમી એકતા - અખંડિતતાનું પ્રતિક હોવાની શિખામણ પણ વડીલોએ બાળકોને આપી હતી.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust