સલમાન રશ્દી ઉપર ન્યૂ યૉર્કમાં ઘાતક હુમલો

સલમાન રશ્દી ઉપર ન્યૂ યૉર્કમાં ઘાતક હુમલો
ભારતીય મૂળના વિખ્યાત લેખક
ન્યૂયોર્ક, તા.12: દુનિયાભરમાં મશહૂર ભારતીય મૂળનાં અંગ્રેજી લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે એક કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર જ ઘાતકી હુમલો થયો છે. મંચ માથે ધસી આવેલા હુમલાખોરે 7પ વર્ષીય લેખક ઉપર ચાકુથી જોરદાર ઘા કર્યા હતાં અને રશ્દી લોહીલુહાણ થઈ પડી ગયા હતાં. તેમને સ્ટેજ ઉપરથી હટાવાયા બાદ હુમલાખોરને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. 
રશ્દી 1980નાં દાયકામાં પોતાનાં પુસ્તક સેટેનિક વર્સેસમાં મોહમ્મદ પૈગમ્બર વિશે ટિપ્પણીઓનાં કારણે વિવાદમાં અને કટ્ટર મુસ્લિમોનાં નિશાને આવી ગયા હતાં. ઈરાનનાં એક ધાર્મિક નેતાએ તો રશ્દીનાં મોતનો ફતવો પણ બહાર પાડયો હતો.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust