માર્શલ લૉના ડરથી રશિયનો દેશ છોડી રહ્યા છે

નવી દિલ્હી, તા. 22 : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આરક્ષિત સૈનિકોની તૈનાતીનું એલાન કર્યા બાદ તેની સૌથી મોટી અસર રશિયામાં જ જોવા મળી રહી છે અને ઘણા નાગરિકો દેશ છોડી રહ્યા છે. આ વાતનો પુરાવો રશિયાથી બહાર જઈ રહેલી ફ્લાઈટના બુકિંગના આંકડા છે. અહેવાલ મુજબ યાત્રી રશિયાથી બહાર નિકળવા માટે વનવે ટિકિટ બુક કરાવી રહ્યા છે. જેના કારણે ફ્લાઈટની કિંમતમાં પણ વધારો થયો છે.
હકીકતમાં પુતિને આપેલી ચેતવણી બાદ રશિયાના લોકોમાં માર્શલ લોનો ડર છે. મીડિયા રિપોર્ટ અનુસાર નાગરિકોને ચિંતા છે કે માર્શલ લો લાગશે તો યુદ્ધ લડવા સક્ષમ પુરુષોને રશિયા છોડવાની મંજૂરી મળશે નહીં. પુતિને 25 ફેબ્રુઆરીના રોજ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીનું એલાન કર્યું હતું.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust