આર્થિક અનામતમાં બંધારણનો ભંગ નથી : કેન્દ્ર

નવી દિલ્હી, તા. 22 : આર્થિક કમજોર વગ માટે 10 ટકા આરક્ષણને પડકારતી અરજીઓ ઉપર સુનાવણીમાં સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, બંધારણમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ નથી કે અનામતનો આધાર આર્થિક હોઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં ઉઠેલા સવાલોનો જવાબ આપતાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ અનામત માટે બંધારણમાં કરવામાં આવેલો 103મો સુધારો તમામ પ્રકારે ઉચિત જ છે. તેમણે કહ્યું હતું કે, આ સુધારો બંધારણનાં અનુચ્છેદ 46 હેઠળ જ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવેલું છે કે, કમજોર વર્ગનાં લોકોને શિક્ષણ અને આર્થિક હિત માટે સરકારે પગલાં ભરવાં જોઈએ. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતુ કે આર્થિક અનામતથી એસસી-એસટી કે ઓબીસી વર્ગનાં લોકોને પણ પરેશાન થવાની આવશ્યકતા નથી. કારણ કે તેમને આનાથી કોઈ જ ફર્ક પડતો નથી. 
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust