વેપારીઓની હેરાનગતિ કરનારા જીએસટી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની કૈટની માગણી

વેપારીઓની હેરાનગતિ કરનારા જીએસટી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની કૈટની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહારાષ્ટ્ર રાજ્યના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જીએસટી અધિકારીઓ વિશેષ રીતે સીજીએસટીના અધિકારીઓ દ્વારા કરદાતાઓને કાર્યાલયોમાં બોલાવીને કલાકો સુધી કાર્યવાહીના નામે હેરાનગતિ થઇ રહી છે. જીએસટી નંબર રદ કરવો, કલાકો બેસાડીને રાખવા જેવી હેરાનગતિનો ભોગ વેપારીઓ બની રહ્યા છે. 
એવામાં પુણેના વરિષ્ઠ સીજીએસટી અધિકારીએ વેપારીની કાર્યાલયમાં બોલાવીને મારઝૂડ કરી હતી. આવી વર્તણૂંક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. આ મામલે કૈટે નાણાંપ્રધાન નિર્મલા સીતારામનને મળીને વેપારીઓને ન્યાય અપાવવા આવેદન પત્ર આપીને અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. જીએસટીના રિફંડ તેમ જ રિપેકિંગ બાબતના જીએસટી મામલે પણ નાણાંપ્રધાન સાથે ચર્ચા કરીને નવા કાયદાને પાછો ખેંચી લેવાની માગણી કરી હતી.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust