થાણે-કલવા વચ્ચે લોકલ ખોટકાઇ

થાણે, તા. 30 : મધ્ય રેલવેના થાણે-કલવા સ્ટેશન વચ્ચે તાંત્રિક ખામી સર્જાવાને કારણે લોકલ ખોટકાઇ હતી. જેને પગલે સાંજના ધસારાના સમયે સ્લો અને ફાસ્ટ બંને લોકલ ટ્રેનો મોડી દોડી રહી હતી. અૉફિસથી છૂટવાના સમયે જ થાણે-કલવા વચ્ચે ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે કલ્યાણ જતી તમામ ટેનોને મુલુંડ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઊભી રાખવામાં આવી હતી. ધસારાના સમયે જ લોકલ મોડી પડવાને કારણે થાણેથી કલ્યાણ સ્ટેશનો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust