પશ્ચિમ રેલવેમાં શનિવારે નાઇટ બ્લૉક; રવિવારે મધ્ય રેલવે અને હાર્બર લાઇન ઉપર બ્લૉક

મુંબઈ, તા. 30 : પશ્ચિમ રેલવેએ સમારકામ અને જાળવણીના કામ માટે બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર રવિવારે બીજી અૉકટોબરે રાતે 12.30 વાગ્યાથી સવારે 4.30 વાગ્યા દરમિયાન ચાર કલાકનો નાઇટ બ્લોક રાખ્યો છે. તેથી બીજી અૉકટોબરે દિવસનો બ્લોક રખાયો નથી. બ્લોક દરમિયાન ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇનોને ફાસ્ટ લાઇન ઉપર દોડાવાશે. તેમ જ કેટલીક ટ્રેનો રદ રહેશે.  
મધ્ય રેલવેમાં મેઇન લાઇન ઉપર માટુંગા-થાણે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન ઉપર રવિવારે બીજી અૉકટોબરે સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો સવારે 10.40થી બપોરે ચાર વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇનો ઉપર દોડાવાશે. પનવેલ-વાશી અપ અને ડાઉન હાર્બર લાઇન ઉપર રવિવારે બીજી ઓકટોબરે સવારે 11.05 વાગ્યાથી સાંજે 4.05 વાગ્યા સુધી પાંચ કલાકનો મેગા બ્લોક રાખ્યો છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust