વંદે ભારત એક્પ્રેસ તથા મેટ્રોમાં આધુનિક સુવિધાઓ

વંદે ભારત એક્પ્રેસ તથા મેટ્રોમાં આધુનિક સુવિધાઓ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 30: વંદે ભારત ટ્રેનને પહેલી વખત ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે.
સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન 0 થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. એસીના મોનિટારિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ, અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે ઋજખ / ઋઙછજ જેવી આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે.   
દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસ વાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે,જેથી આવા મુસાફરો પોતાની સીટ્સ સુધી સરળતાથી પહોંચી શકે.  
આ ટ્રેનમાં વધુ સારા નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-ઈંઈં સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.  
પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે.  
ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે. બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust