મુંબઈ ઍરપોર્ટની આસપાસના રસ્તાનાં સમારકામ મહિનામાં પૂર્ણ કરાશે

મુંબઈ, તા. 24 : મુંબઈ મહાનગર પાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ હવાઇમથકની આસપાસના રસ્તાઓનું સમારકામ તેમ જ સપાટીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ કામ ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે અને મહિનાભરમાં તે પૂર્ણ કરી લેવાશે જેને માટે પાલિકા રૂા. નવ કરોડનો ખર્ચ કરશે.
મુંબઈ સુશોભિકરણ પ્રકલ્પ હેઠળ મહત્વના રસ્તાઓનું પુન: પુષ્ટિકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત મહાપાલિકાના એચ પૂર્વ વૉર્ડે મુંબઈ હવાઇમથકની આસપાસના રસ્તાઓને સુધારવાનું નક્કી કર્યું છે. જેને માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust