મલેશિયાના નવા વડા પ્રધાન અનવર ઈબ્રાહિમ

કુઆલાલમ્પુર તા. 24 મલેશિયાના કિંગ સુલતાન અબ્લુદ સુલતાન અહમદ શાહે મલેશિયાના વડાપ્રધાન તરીકે અનવર ઈબ્રાહિમની નિયુક્તિ કરી છે. ગયા અઠવાડિયે થયેલી ચૂંટણી બાદ મલેશિયામાં રાજકીય માહોલ વચ્ચે ઇબ્રાહિમની નિયુક્તિ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, 2018થી અત્યાર સુધી મલેશિયામાં ત્રીજી વખત ચૂંટણી થઇ ચૂકી છે. આ અગાઉ ઇબ્રાહિમ 1990 અને 2018માં નાયબ વડા પ્રધાનના હોદ્દા પર રહી ચૂક્યા હતા અને ઘણા સમયથી વિપક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust