કોશિયારીને હટાવવા માટે ઉદયનરાજે ભોસલેએ મોદીને પત્ર લખ્યો

કોશિયારીને હટાવવા માટે ઉદયનરાજે ભોસલેએ મોદીને પત્ર લખ્યો
પવાર, ગડકરીએ રાજ્યપાલનો વિરોધ કેમ ન કર્યો?
મુંબઈ, તા. 24 : છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરતું નિવેદન આપનારા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિરુદ્ધ સાંસદ ઉદયનરાજે ભોસલેએ આક્રમક ભૂમિકા અફનાવી હતી. સાંસદ તરીકે નહીં શિવાજીના ભકત તરીકે હું પત્રકાર પરિષદ લઈ રહ્યો છું. 
રાજ્યપાલ જ્યારે શિવાજી મહારાજ અંગે વિચારો વ્યકત કરી રહ્યા હતા ત્યારે મંચ ઉપર બિરાજમાન નીતિન ગડકરી અને શરદ પવારે તેમનો વિરોધ કેમ ન કર્યો એવો સવાલ ભોસલેએ કર્યો હતો. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને તાકિદે પદ ઉપરથી હટાવવામાં આવે એવી માગણી કરતો પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખી મોકલ્યો છે. આ મામલે તેઓ થોડા દિવસમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની મુલાકાત લેશે. 
રાજ્યપાલ કોશિયારીએ ભૂતકાળમાં પણ આવા નિવેદનો કરીને મહાત્મા જ્યોતિબા ફૂલે, સમર્થ રામદાસ ગુરુ, સાવિત્રીબાઇ ફૂલેનું અપમાન કર્યું હતું. આ તમામ નિવેદનો જાહેર કાર્યક્રમ દરમિયાન થયા છે. તેમનો હું તીવ્ર શબ્દોમાં વિરોધ નોંધાવું છું.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust