અસીમ મુનીર પાકિસ્તાનના સેનાધ્યક્ષ

અસીમ મુનીર પાકિસ્તાનના સેનાધ્યક્ષ
પુલવામા હુમલાનો કારસો ઘડનાર
ઇસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના વડા રહી ચૂકેલા લેફટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાન સૈન્યના નવા અધ્યક્ષ બન્યા છે. દરમ્યાન 29મી નવેમ્બરના નિવૃત્ત થઇ રહેલા વર્તમાન પાક સૈન્યવડા જનરલ કમર જાવેદ બાજવાએ એક ધ્યાન ખેંચનારાં નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકની રાજનીતિમાં સેના 70 વર્ષ સુધી દખલગીરી  કરતી હતી, પરંતુ એ નહીં કરે. 14મી ફેબ્રુઆરી, 2019ના દિવસે ભારતમાં પુલવામા આતંકવાદી હુમલામાં અસીમ મુનીરનું જ ષડ્યંત્ર હતું. પૂર્વ પાકિસ્તાન વડાપ્રધાનને આસપાસ મોજૂદ ભ્રષ્ટાચાર અંગે કહ્યા બાદ અસીમ મુનીરને પદ પરથી હટાવી દેવાયો હતો.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust