અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ

અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી, તા. 24 : સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર થવાની દિશામાં વધુ એક મોટી સફળતા મેળવતાં ભારતે ઓરિસ્સાના અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
આ ઘાતક મિસાઇલની ગતિ એ હદે ખતરનાક છે કે માત્ર અઢી મિનિટમાં પાકિસ્તાન તેમજ માત્ર 12 મિનિટમાં ચીન સુધી પહોંચીને તબાહી મચાવી શકે છે.
અગ્નિ-3 મિસાઇલ પ્રતિ કલાક 18 હજારથી વધુ 18,522 કિલોમીટરની ઘાતક ગતિ સાથે દુશ્મન પર પ્રહાર કરવાની તાકાત ધરાવે છે.
આ મિસાઇલની રેન્જ ત્રણથી પાંચ હજાર કિ.મી. છે. મતલબ કે ચીનનો ઘણો મોટો હિસ્સો, આખું પાકિસ્તાન, આખું અફઘાનિસ્તાન તેની હદમાં આવી જાય છે.
અગ્નિ-3 મિસાઇલ તેના લક્ષ્યથી 40 કિ.મી. દૂર પણ પડે તોયે 100 ટકા તબાહી અચૂક કરી શકે છે. આકાશમાં અગ્નિ-3 વધુમાં વધુ 450 કિલોમીટરની ઊંચાઇ સુધી જઇ શકે છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust