ગદ્દાર પાયલટ ક્યારેય મુખ્ય પ્રધાન નહીં બની શકે : ગેહલોત

ગદ્દાર પાયલટ ક્યારેય મુખ્ય પ્રધાન નહીં બની શકે : ગેહલોત
રાજસ્થાન કૉંગ્રેસનો કજિયો જાહેરમાં 
નવી દિલ્હી, તા.24 : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સંયમ ચૂક્યા છે. કોંગ્રેસના પોતાના સાથી નેતા સચિન પાયલટને તેમણે વારંવાર ગદ્દાર કહી દાવો કર્યો કે તે ક્યારેય મુખ્યમંત્રી બની નહીં શકે. હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા મુખ્યપ્રધાન ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વિરુદ્ધ ભડાશ કાઢી હતી. સમગ્ર વાતચીતમાં તેમણે 6 વખત પાયલટને ગદ્દાર કહયા હતા. તેમણે કહ્યંy કે એક ગદ્દાર મુખ્યપ્રધાન બની ન શકે. હાઇકમાન્ડ સચિન પાયલટને મુખ્યપ્રધાન બનાવી ન શકે. એક એવો શખસ જેની પાસે 10 ધારાસભ્ય પણ નથી. એવો શખસ જેણે બળવો કર્યો. પાર્ટીને દગો દીધો, તે ગદ્દાર છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust