• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં આલિયા ભટ્ટ સુપર એજન્ટ

હાલમાં યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ પર આધારિત ફિલ્મો બૉક્સ અૉફિસ સફળ થઈ રહી છે. શાહરુખ ખાન અભિનીત પઠાણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે સલમાન ખાનની ટાઈગર -3 આવશે. ત્યારબાદ ટાઈગર વર્સીસ પઠાણની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન હવે આલિયા ભટ્ટનો સમાવેશ પણ જાસૂસી એજન્ટ આધારિત ફિલ્મમાં કરવામાં આવ્યો છે. 

યશરાજ બેનરની ફિલ્મ રાઝીમાં આલિયાએ જાસૂસની જ ભૂમિકા ભજવી હતી. પણ હવે આ બેનરની આગામી ફિલ્મમાં આલિયા અગાઉ કયારેય ન જોવા મળેલા અવતારમાં જોવા મળશે. હાલમાં આલિયા હૉલીવૂડ ફિલ્મ હાર્ટ અૉફ ધ સ્ટોનની રજૂઆતની રાહ જોઈ રહી છે. આમાં તેણે ખલનાયિકાની ભૂમિકા ભજવી છે. આદિત્ય ચોપરા અને તેમની ટીમે મહિલા જાસૂસ ધરાવતી અલાયદી ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો છે. આલિયા આમાં સુપર એજન્ટ તરીકે જોવા મળશે અને એકશન દૃશ્યો ભજવશે.