બૉલીવૂડ અભિનેતા સુનીલ શ્રોફનું 66 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી પણ તેઓ ઘણા સમયથી બીમાર હતા. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ઓએમજી-ટુમાં સુનીલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સુનીલ સોશિયલ મીડિયા પર પ્રવૃત્ત હતા. ઈન્સ્ટાગ્રામ પર પોતાના આગામી પ્રૉજેક્ટની અપડેટ્સ શેર કરતા હતા. આ ઉપરાંત તેમણે જાહેરાતોમાં શર્મિલા ટાગોર અને રશ્મિક મંધાના જેવી અભિનેત્રીઓ સાથે અભિનય કર્યો હતો. સુનીલે પંકજ ત્રિપાઠી સાથેની તસવીરો પણ શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી પોસ્ટ 16મી અૉગસ્ટે શેર કરી હતી. આ વિડિયોમાં તેઓ ઈદ મુબારક પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સુનીલે શિદ્દત, ધ ફાઈનલ કૉડ, કબાડ ધ સિક્કા, જુલી, અભય સહિતે અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. મોટે ભાગે તો ડૉકટર અને પિતાની ભૂમિકામાં તેઓ ખાસ જોવા મળતા હતા.