• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વરરાજા રાઘવ હોડીમાં બેસીને નવવધૂ પરિણિતીને લેવા જશે  

બૉલીવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાનાં લગ્નના ફંકશન શરૂ થઈ ગયાં છે. દિલ્હી પહોંચેલી પરિણિતીને લેવા ઍરપોર્ટ પર રાઘવ આવ્યો હતો. દિલ્હીમાં અરદાસ અને ત્યાર પછી શબદ કીર્તન સાથે લગ્ન અગાઉની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આમાં પરિવારજનો અને નિકટના સંબંધીઓ હાજર હતા. 24મી સપ્ટેમ્બરે તેમનાં લગ્ન થશે. તે પહેલાં વીસમી સપ્ટેમ્બરે ભવ્ય સૂફી નાઈટ રાખવામાં આવી છે અને તેમાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને તેમની દીકરી માલતી મેરી પણ હાજર રહેશે. ત્યાર બાદ ભાવિ વરઘોડિયા મિત્રો અને સંબંધીઓ સાથે ઉદયપુર જવા રવાના થશે. ત્યાં 23મી સપ્ટેમ્બરે ચૂડા સેરેમની થશે અને પછી બીજી વિધિ કરાશે. દિવસે મહેમાનો માટે બપોરના એકથી ચાર વાગ્યા સુધી વેલકમ લન્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદયપુરના લીલા પેલેસમાં તેમનાં લગ્ન થશે. રાઘવની સહેરાબંદી તાજ હૉટલના લેક પિચોલામાં હશે અને ત્યાર બાદ તે હોડીમાં બેસીને પરિણિતીને લેવા લીલા પેલેસ જશે. હોડીની સજાવટ મેવાડી સંસ્કૃતિ અનુસારની હશે.