• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

`સ્ટાર વર્સીસ ફૂડ સર્વાઈવલ'માં બૉલીવૂડ સ્ટાર કરશે ભારતીય રાંધણકલાના વારસાની શોધ

સેલિબ્રિટિઝથી લઈને સામાન્ય લોકો સુધીના બધા ભારતીય વાનગીઓના શોખીન છે. પરંતુ વાનગીઓના મૂળિયાં કયાં છે તેની શોધ કરવાનો વિચાર કોઈને આવતો નથી. બાબત પર આધારિત શો સ્ટાર વર્સીસ ફૂડ સર્વાઈવલશોની નવી સીઝનનો સંચાલક શેફ રણવીર બ્રાર છે અને તે બૉલીવૂડના કલાકારો સાથે મળીને ભારતીય રાંધણકલાના વારસાની શોધ કરશે. શોમાં સુનીલ શેટ્ટી, સંજય દત્ત, અપારશક્તિ ખુરાના, મૌની રોય અને નકુલ મહેતા ભાગ લેશે. બધા સાથે મળીને કુર્ગ અને સ્પિટીની સ્થાનિક વાનગીઓના ખજાનાને ફંફોળીને તેના મૂળિયા સુધી પહોંચશે. નવમી અૉક્ટોબરે ડિસ્કવરી પ્લસ અને ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થનારા કાર્યક્રમ વિશે રણવીરે જણાવ્યું હતું કે, ફિલ્મના કલાકારો સાથે મળીને કુર્ગ અને સ્પિટિની વાનગીઓને જાણવાનો અને માણવાનો મોકો મળશે. દરેક એપિસોડમાં નવી સેલિબ્રિટી હશે અને તે તેઓ સ્થાનિક વાનગીઓને નવા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરશે.