• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

પરિણિતી ચોપરાનાં લગ્નમાં આવશે બહેન પ્રિયંકા 

હાલમાં અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના લગ્ન અગાઉના ફંકશન ચાલી રહ્યા છે. ત્યારે પરિણિતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા જોનાસ સપરિવાર લગ્નમાં આવશે કે કેમ એવી ચર્ચા ચાલી રહી છે. પરિણિતી અને રાઘવે 13મી મેએ સગાઈ કરી ત્યારે પ્રિયંકા આવી હતી. આથી લગ્નમાં પણ તેના આવવાની પૂરી શકયતા વર્તાય છે. પરિણિતીના લગ્ન 24મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં છે. આથી પ્રિયંકા 23મી સપ્ટેમ્બરે સીધી ઉદયપરુ પહોંચશે અને લગ્નમાં સહભાગી થશે. જોકે, નિક જોનાસ કૉન્સર્ટમાં વ્યસ્ત હોવાથી તે કદાચ નહીં આવે પણ પ્રિયંકા દીકરી માલતી મેરી સાથે અવશ્ય આવવાની છે. 

પરિણિતી અને રાઘવની લગ્ન અગાઉની અરદાસ અને શબદ કીર્તનની વિધિ સંપન્ન થઈ છે અને હવે તેઓ ઉદયપુર જવા  નીકળશે. લગ્નની વિધિ ઉદયપુરમાં પૂરી થયા બાદ 30મી તારીખે રિસેપ્શન દિલ્હીમાં રાખવામાં આવ્યું છે.