• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

લૉસ એન્જલસના ગુજરાતીઓ સાથે ગરબાની રમઝટ બોલાવી ગીતા રબારીએ

રાજેન્દ્ર વોરા તરફથી 

જાણીતા લોકગાયિકા અને કચ્છી કોયલ તરીકે જાણીતાં ગીતા રબારીએ લૉસ એન્જલસમાં રહેતા ગુજરાતીઓ સાથે મળીને ગરબાની રમજડ બોલાવી હતી. માત્ર દસ વર્ષની ઉંમરે ભજન અને લોકગીતો ગાઈને કારકિર્દીનો આરંભ કરનારાં ગીતા વીસ વર્ષની વયે તો દેશ-વિદેશમાં ગાયિકા તરીતે જાણીતાં બની ગયાં હતાં. લૉસ એન્જલસમાં યોજાયેલા હૉલીવૂડ ગરબા કાર્યક્રમમાં ગીતા રબારી,  સની જાધવના તાલે ઉપસ્થિતો ઝુમી ઉઠયા હતા. જૈન સોશિયલ ગ્રુપ અૉફ બીવર્લી હિલ્સ એન્ડ ઈન્ટરનેશનલના સ્થાપક પ્રમુખ તથા જૈન સોશિયલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ઉપપ્રમુખ રાજેન્દ્ર વોરાએ ગીતા રબારીને માતાજીની ચુંદડી ભેટરૂપે આપી હતી. હેમેન્દ્ર પટેલ અને ચિરાગ પટેલે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.