• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

માધુરી દીક્ષિતે `સા રે ગા મા પા'ના સેટ પરઉકડીના મોદક બનાવ્યાં   

ઝી ટીવી પરથી પ્રસારિત થતાં ગાયકી આધારિત રિયાલિટી શો સા રે ગા મા પાના શનિ-રવિવારના ગણેશોત્સવ સ્પેશિયલ એપિસોડમાં અભિનેત્રી માધુરી દીક્ષિત જોવા મળશે. એપોસિડમાં નિષ્ઠા શર્મા અને રોનિતા બેનરજીએ આજા નચ લે અને મેરા પિયા ઘર આયા પર જોરદાર પરફોર્મન્સ આપશે. ત્યારબાદ માધુરી જજ નીતિ મોહન સાથે સ્પર્ધક સાથે મેરા પિયા ઘર આયા પર ડાન્સ કરતી જોવા મળશે. અન્ય એક સ્પર્ધકે ગણપતિને ધરાવાતા ઉકડીના મોદક ભાવતા હોવાનું જણાવતાં અભિનેત્રીએ સેટ પર લાઈવ મોદક બનાવ્યા હતાં તથા તેને ઘી સાથે ખાવાની પારંપારિક રીત પણ જણાવી હતી.  

માધુરીએ સ્પર્ધકોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મને તમારી કેમિસ્ટ્રી ખૂબ ગમી. તમે બંનેએ ગીતને તમારું કરવાનો પ્રયત્ન કર્યો અને દરેક બીટ પર તમે થીરકાવ્યા. મને આશ્ચર્ય થયું કે, તમે કેટલી સુંદરતાથી તમારા શ્વાસને મેળવી શકો છો. હું માનું છું કે, સારા ગાયક હોવાની નિશાની છે. તમારું પફોર્મન્સ અમને ડાન્સ કરવા પ્રેરે છે, તેથી હું તમારા પફોર્મન્સને વખાણવા કરું છું. ત્યારબાદ માધુરીએ નીતિ સાથે મળીને ડાન્સ કર્યો હતો.