• શનિવાર, 20 એપ્રિલ, 2024

`અજુની'ના સેટ પર પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ  

પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ લાવવા દર વર્ષે પાંચમી જૂને પર્યાવરણ દિન ઊજવવામાં આવે છે. આપણે જે પણ ચીજવસ્તુનો વપરાશ કરીએ છીએ તે પર્યાવરણસ્નેહી હોવી જરૂરી છે. આ બાબતને દરમિયાનમાં રાખીને સ્ટાર ભારતની સિરિયલ અજુનીના સેટ પર પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અજુનીમાં મુખ્ય ભૂમિકા ભજવતી અભિનેત્રી આયુષી ખુરાનાએ જણાવ્યું હતું, પરિવર્તનની દિશામાં ભરેલું આ નાનું ડગલું છે અને તેની હું પ્રશંસા કરું છું. આપણે દરેકે પૃથ્વીને સુરક્ષિત રાખવા યોગદાન આપવું જોઈએ. જોકે, સૌ પ્રયાસ કરીશું છતાં રાતોરાત પરિવર્તન આવશે નહીં અને સેટ પર પ્લાસ્ટિકને બદલે કાચના કપ અને ભોજન માટે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિગત રીતે પણ પર્યાવરણલક્ષી જીવન જીવવામાં માનું છું. આથી મારા જૂના કપડાનો ઉપયોગ સાફ-સફાઈમાં કે પોતાં માટે કરું છું. જે કપડાં પહેરી શકાય એવા હોય તે મારી હેલ્પરને આપું છું. જવાબદાર નાગરિક તરીકે પર્યાવરણ જાળવવાની જવાબદારી આપણા સૌની છે તે યાદ રાખવું.