• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

સ્વરા ભાસ્કરે આપ્યાં `ગુડ ન્યૂઝ'  

સમાજવાદી યુવા સભાના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ ફહાદ અહેમદ સાથે જાન્યુઆરી મહિનામાં કોર્ટ મેરેજ કરીને એક મહિના બાદ સોશિયલ મીડિયામાં તે જણાવનારી અભિનેત્રી સ્વરા ભાસ્કર માતા બનવાની છે. તેણે પતિ સાથેની એક તસવીર જેમાં તેનું ઉપસેલું પેટ દેખાય છે તે મૂકીને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ફોટો સાથે કેપ્શનમાં સ્વરાએ લખ્યું હતું, કયારેક તમારી બધી ઈચ્છાઓ એક જ સમયે પૂરી થઈ જાય છે. હું ખૂબ જ ઉત્સાહી, આભારી છું. તે જ સાથે આ નવી સફરમાં ડગલું ભરવા અજાણ પણ છું. 

સ્વરાએ કમિંગ સૂન, ફૅમિલી અને અૉક્ટોબર બેબી જેવા હેશટેગ્સ સાથે ગર્ભાવસ્થાના ફોટા શેર કર્યા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સેલિબ્રિટીઝે સ્વરાને અભિનંદન આપ્યાં છે. જોકે, ભૂતકાળમાં પણ સ્વરાની ગર્ભાવસ્થાની અફવાઓ વાયરલ થઈ હતી. આમ છતાં લગ્નના ત્રણ મહિના બાદ તેની ગર્ભાવસ્થાના સમાચારને કારણે યુઝર્સ ટ્રોલ પણ કરી રહ્યા હતા. 

ફહાદ અને સ્વરાની પ્રથમ મુલાકાત 2019માં એક વિરોધ રૅલીમાં થઈ હતી. 2020માં ફહાદે સ્વરાને બહેનના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે અભિનેત્રી વ્યસ્ત હોવાથી તેણે કહ્યું હતું કે, અત્યારે તો નહીં આવી શકું પણ તમારા લગ્નમાં જરૂર આવીશ. આ પ્રસંગ બાદ સ્વરા અને ફહાદ વચ્ચે મિત્રતા વધી અને પ્રેમ પાંગર્યો. આખરે છઠ્ઠી જાન્યુઆરીએ બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ કોર્ટમાં લગ્ન કર્યા. બાદમાં માર્ચ મહિનામાં વિધિ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ