• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

`મેરી સાસ ભૂત હૈ'માં કાજલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં

સ્ટાર ભારત પરથી શરૂ થયેલી સિરિયલ મેરી સાસ ભૂત હૈમાં ટીવી ઉદ્યોગની અનોખી સાસુ જોવા મળશે. અલ્સિરિયલમાં કાજલ ચૌહાણ ગૌરાનું મુખ્ય પાત્ર ભજવે છે. અગાઉ કાજલે ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે, પરંતુ મુખ્ય કલાકાર તરીકેની આ પ્રથમ સિરિયલ છે. આથી તે ઉત્સાહિત છે. કાજલે પોતાના સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અભિનય કારકિર્દી ઘડવા મુંબઈ આવી ત્યારે મારે અન્યની જેમ રહેવા અને જમવા જેવી બાબતોની મુશ્કેલીનો સામનો કરવો પડયો નહોતો. જોકે, અભિનય ક્ષેત્રએ તક મેળવવા માટે મેં ઘણા પ્રયાસ કર્યા અને અનેક અૉડિશન આપ્યા. હું હંમેશા સફળ થવાનું અને માતા-પિતાને ગૌરવ થાય એવું કામ કરવાનું સપનું જોતી હતી.  માતા-પિતાના આશીર્વાદ અને સમર્થને જ મને આગળ વધવા પ્રોત્સાહિત કરી. મેરી સાસ ભૂત હૈમાં મને સુસ્મિતા મુખરજી જેવી મહાન અભિનેત્રી સાથે કામ કરવાની તક મળી છે. તેમની પાસેથી મને ઘણું શીખવા મળે છે. કૉમેડી ધરાવતી આ સિરિયલ દર્શકોનું મનોરંજન કરશે એની મને ખાતરી છે.

મેરી સાસ ભૂત હૈમાં કાજલ અને સુસ્મિતા મુખરજીની સાથે ભાવના બલસાવર, વિકી આહુજા અને આયુષ ભારદ્વાજ મહત્ત્વની ભૂમિકામાં છે.