• શનિવાર, 20 એપ્રિલ, 2024

મનોજ બાજપેયી અને મહમદ જીશાન અયુબની `જોરામ' ડરબન ઈન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં  

દેવાશિષ મખીજા દિગ્દર્શિત મનોજ બાજપેયી અને મહમદ જીશાન અયુબ અભિનીત ફિલ્મ જોરામને તાજેતરમાં બાવનમા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રોટેર્ડમમાં ભારે પ્રશંસા પામી હતી. આ ફિલ્મ હવે ડરબન ઈન્ટરનેશનલ ફિલ્મોત્સવ માટે પસંદ કરવામાં આવી છે. આ મહિને ફિલ્મ સિડનીમાં અને આવતે મહિને ડરબનમાં રજૂ થશે. 

દેવાશિષે જણાવ્યું હતું કે, જોરામમાં આદિવાસી પુરુષની વાત છે જે તેને મારવા પાછળ પડેલા શક્તિશાળી તત્ત્વોથી બચવા ભાગી રહ્યો છે. પોતાના નવજાત શિશુને જીવાડવા તેણે ભાગતા રહેવું પડે છે. મનોજનો અભિનય જોઈને આંખો ભીની થઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મને મળી રહેલી પ્રશંસા જોઈને આનંદ થાય છે. 

મનોજે જણાવ્યું હતું કે, જોરામ મારા માટે ખાસ ફિલ્મ છે. દેવાશિષે સુંદર રીતે આ વાર્તાને પરદા પર ઉતારી છે. હવે ફિલ્મ ડરબન ફિલ્મોત્સવમાં જાય છે તેનું ગૌરવ છે. નવજાત દીકરીને બચાવવા માટે નાસતા ફરતા પુરુષનું જીવન જોઈને ચકિત થઈ જવાશે. જોરામમાં મનોજ અને મહમદ જીશાન અયુબ સાથે સ્મિતા તાંબે, મેઘના માથુર, તનિષ્ઠા ચેટરજી અને રાજશ્રી દેશપાંડે છે.