• શુક્રવાર, 29 માર્ચ, 2024

ગાયક ઓસમાણ મીરની લાઈવ સૂફી કોન્સર્ટ   

બૉલીવૂડ ગાયક ઓસમાણ મીર સૂફીયત પ્રસ્તુત કરશે. લાઈવ સૂફી કોન્સર્ટમાં બોલીવૂડના સૂફી સંગીત સાથે અસલ સૂફી સંગીતનું ફ્યુઝન હશે. ઓસમાણનો કર્ણપ્રિય કંઠ અને મ્યુઝિક ઈઝ ધ થેરપી અૉફ ધ સાઉલની અજોડ સંકલ્પના બે પ્રકારને સંમિશ્રિત કરી છે. 

આ કોન્સર્ટ 16મી જૂન સાંજે 7.00 વાગ્યે વરલીના નેહરુ સેન્ટર અૉડિટોરિયમમાં અને 17મી જૂને રાત્રે 8.45 વાગ્યે ડૉ. કાશીનાથ ઘાણેકર નાટયગૃહમાં યોજાશે. ઓસમાણ મીર પાર્શ્વગાયક છે, જે 2013થી હિંદી ફિલ્મો માટે ગાય છે. તેમણે ગુજરાતી ફિલ્મ માટે પણ ગીત ગાયાં છે. 2013માં તેમણે `ગોલિયોં કી રાસલીલા રામલીલા' ફિલ્મ માટે ગીત ગાયું હતું. સૂફી કોન્સર્ટમાં ઓસમાણના પુત્ર આમિર પણ ભાગ લેશે, જે ગુજરાતનો લોકપ્રિય મ્યુઝિક આર્ટિસ્ટ છે. આમિરે છેલ્લે બેદર્દી તેરે પ્યારને માટે પિતા સાથે ગીત ગાયું હતું. 

બાળપણથી સંગીતમાં ઊંડી રુચિ ધરાવતા ઓસમાણે નાની ઉંમરથી પિતા પાસેથી તબલાંવાદન શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે 13 વર્ષની ઉંમરે પિતા સાથે લાઈવ ઈવેન્ટ્સમાં તબલાં પર પરફોર્મ કર્યું હતું. તેણે નારાયણ સ્વામી સાથે તબલાંવાદક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બીજી બાજુ ઓસમાણે લગભગ 58 ગુજરાતી ફિલ્મ માટે પ્લેબેક મ્યુઝિક આપ્યું છે. ઓસમાણે જણાવ્યું હતું કે, સંગીત એ અંતરનો ઉપચાર છે એવું કહેવાય છે ત્યારે આ કોન્સર્ટ તેને સાક્ષાત્ કરે છે. આમાં સૂફી અને બૉલીવૂડના સૂફી સંગીતનું સંમિશ્રણ હશે અને સંગીતરસિકો માટે ખરેખર આહ્લાદક અનુભવ બની રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક