• મંગળવાર, 16 એપ્રિલ, 2024

બેર ગ્રિલ્સના શૉમાં પ્રિયંકા ચોપરા જોનાસ અને વિરાટ કોહલી 

ઍડવેન્ચર શૉ મૅન વર્સીસ વાઈલ્ડના સંચાલક બેર ગ્રિલ્સ પ્રિયંકા ચોપરા જોનાસ અને વિરાટ કોહલીને પોતાના શૉમાં આમંત્રણ આપવાનો છે. બેર આ બંને સેલિબ્રિટીઝના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં ભારત આવીને શૂટિંગ કરશે. અગાઉ બેરના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રણવીર સિંહ, અક્ષયકુમાર અને રજનીકાંત આવી ચૂકયા છે. 

ડિસ્કવરી પર રજૂ થનારા કાર્યક્રમ ઍડવેન્ચર શૉ મૅન વર્સીસ વાઈલ્ડ ભારતમાં લોકપ્રિય છે. આથી જ બેરે ભારતીય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને પ્રિયંકા અને વિરાટને પોતાના શૉમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે, આ બંનેએ પોતપોતાનાં ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. દુનિયાભરના લોક તેમને પસંદ કરે છે. તેમના જીવન વિશે જાણવું મારા માટે લહાવો બની રહેશે. આગામી મહિનાઓમાં આ પ્રૉજેકટ માટે હું ભારત આવીશ. ભારત માટે મને આગવો લગાવ છે. પહેલીવાર 18 વર્ષની વયે ભારત આવ્યો હતો અને માઉન્ટ એવરેસ્ટ જોયો હતો. એ પ્રવાસે મારા જીવનની દિશા બદલી નાખી હતી. આ માટે હું હંમેશાં ભારતનો આભારી રહીશ.