• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

શર્મન જોશીને પ્રેગ્નન્સીના `કૉન્ગ્રેચ્યુલેશન્સ'  

ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોમાં અનોખી ભૂમિકાઓ ભજવીને જાણીતો બનેલો અભિનેતા હવે `પ્રેગ્નન્ટ' જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ક્રૉંગ્રેચ્યુલેશન્સમાં શર્મન ગર્ભવતી પુરુષના પાત્રમાં જોવા મળશે. આ પાત્ર ભજવવા શર્મને ખાસ વજન વધાર્યું હતું અને તે બદલ તેને સંકોચ થતો હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અગાઉ તેણે વજન વધાર્યું હતું અને શૂટિંગ પૂરું થતાં સુધીમાં તો તેનું વજન ઉતરતું ગયું હતું. 

શર્મને ફિલ્મને પોતાની કારકિર્દી માટે મહત્ત્વની ગણાવતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ ગર્ભાવસ્થા સાથે સંકળાયેલી માન્યતાઓ અને પડકાર પર આધારિત ઈમોશનલ, ડ્રામેટિક કૉમેડી છે. ફિલ્મની વાર્તા માત્ર કાલ્પનિક નથી. એમાં વૈજ્ઞાનિક શોધના સંદર્ભોને પણ લેવામાં આવ્યા છે. ત્રીજી ફેબ્રુઆરીએ થિયેટરમાં રજૂ થનારી આ ફિલ્મમાં શર્મનની સાથે માનસી પારેખ મુખ્ય ભૂમિકામાં છે.