• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ઈનર વ્હીલે જવાનોના સન્માનમાં ગાયક જાવેદ અલીનો કૉન્સર્ટ યોજયો 

  ભારતના વીર જવાનોના પરિવારોને ટેકો અને સલામી આપવા માટે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં 3600થી વધુ મહિલાઓનો સમાવેશ ધરાવતી ઈનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 314 દ્વારા આ વર્ષે રૂા. બે કરોડ ઊભા કરાયા છે. બહાદુર જવાનોને સલામી આપવા માટે નામાંકિત ગાયક જાવેદ અલી નરીમાન પૉઈન્ટ સ્થિત એનસીપીએ ખાતે 26મી જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યાથી સંગીત કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. ઈનર વ્હીલ 100 દેશોમાં હાજરી સાથે દુનિયામાં સૌથી વિશાળ મહિલાઓની સેવા સંસ્થા છે.  

દેશની આઝાદીના અમૃતમહોત્સવ નિમિત્તે આખું રાષ્ટ્ર ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમે આ અત્યંત ઉદાર કાજને ટેકો આપવા આગળ આવ્યા છીએ. શહીદ જવાનોના પરિવારોને સહાય કરવાનો અમારો પ્રયાસ છે, જેથી તેઓ સન્માન અને આદરનું જીવન જીવી શકે, એમ ઈનર વ્હીલનાં ડિસ્ટ્રિક્ટ ચૅરમૅન મિતા શેઠે જણાવ્યું હતું. 

ઈનર વ્હીલ દુનિયાની સૌથી વિશાળ મહિલાઓની સંસ્થામાંથી એક છે. તે બિન-સાંપ્રદાયિક, બિન રાજકીય સંસ્થા છે, જે સમાજના જરૂરતમંદ અને વંચિત વર્ગોને મદદ અને તેમની સેવા કરવાના લક્ષ્ય સાથે સ્વયંસેવી, બિનસરકારી સંસ્થા તરીકે માન્યતાપ્રાપ્ત છે. ધ ઍસોસિયેશન અૉફ ઈનર વ્હીલ ક્લબ્સ ઈન ઇન્ડિયામાં દેશના 55,000 સભ્યો સાથે 27 ડિસ્ટ્રિક્ટ્સ છે. ડિસ્ટ્રિક્ટ ચૅરમૅન મિતા શેઠની આગેવાનીમાં અન્ય પ્રોજેક્ટોમાં 2022માં બે લાખ ગ્રામવાસી અને આદિવાસીઓની જરૂરતોને પહોંચી વળવા માટે સફાળે ગામમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ કેન્દ્ર સ્થાપવાનો સમાવેશ થાય છે. સંગીત જલસાની સંકલ્પના ઇનર વ્હીલના ભૂતકાળના જિલ્લા અધ્યક્ષ ડૉ. કનક સક્સેનાની છે.