• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વિકી કૌશલ અને માનુષી છિલ્લરની `ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી' પ્રાઈમ વીડિયો પર

વિકી કૌશલ અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી સપ્ટેમ્બર મહિનામાં થિયેટરમાં રજૂ થઈ હતી અને હવે પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં વિકી અને માનુષી સાથે મનોજ પાહવા, કુમુદ મિશ્રા, ભુવન અરોરા, યશપાલ શર્મા  અને સાદિયા સિદ્દિકી છે. બલરામપુરની પશ્ચાદ્ભુમિ ધરાવતી આ ફિલ્મમાં હાસ્ય, ડ્રામા અને લાગણીઓની ભરમાર છે. ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલીમાં ત્રિપાઠી પરિવારની વાર્તા છે જે શહેરનો પ્રતિષ્ઠિત પંડિત પરિવાર હોય છે. આ પરિવારના કેન્દ્રમાં પુત્ર વેદ વ્યાસ ત્રિપાઠી છે જે ભજનકુમાર તરીકે જાણીતો છે. વેદ ઉત્તમ ભજનગાયક છે અને મિત્રો સાથે મજાક મસ્તી કરતો રહે છે. જયારે વેદના જન્મ અને કુળ બાબતનો અનપેક્ષિત ખુલાસો થાય છે પછી શી મુશ્કેલી ઊભી થાય છે તે ફિલ્મમાં જોવા મળશે.