ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ મૅચ જોવા માટે સેલિબ્રિટીઓ અમદાવાદ જવાના છે. વડા પ્રધાન પણ મેચ જોવા જવાના હોવાથી સેલિબ્રિટીઓ અતિ ઉત્સાહિત છે. આ મૅચ ભારત અને અૉસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે રમાશે. આવામાં અમિતાભ બચ્ચને તાજેતરમાં ટ્વીટર પર લખ્યું કે, જો તેઓ મેચ જોવા નહીં જાય તો ભારતીય ક્રિકેટ ટીમ આ મેચ જીતી જશે. આથી હવે વિચારું છું કે મેચ જોવા જવું કે નહીં?
તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સાથેની સેમિફાઈનલ મેચ ભારત જીત્યું ત્યારે બિગ બીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું - હું નથી જોતો ત્યારે ભારત જીતે છે.
આથી કમેન્ટમાં યુઝરે લખ્યું કે, તો મહેરબાની કરીને તમે મેચ નહીં જોતાં. અન્ય એકે લખ્યું કે, વધુ એક બલિદાન આપો અને તમે ફાઈનલ મેચથી પણ દૂર રહેજો.
અમિતાભના એક ચાહકે લખ્યું હતું કે, તમે મેચ જોવા પણ ન જતા અને તે દિવસે ઘરમાં બેસીને પણ મેચ જોતા નહીં.
2011માં અભિષેક બચ્ચને મેચ સંબંધિત પિતાની અંધશ્રદ્ધા વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ મેચ નથી જોતાં કેમ કે તેઓ એવું માને છે કે જયારે તેઓ મેચ જુએ છે ત્યારે ભારતીય ટીમની વિકેટ પડે છે. આથી તેઓ રૂમની બહાર નીકળતાં નથી. તેમણે ફાઈનલ મેચ નહીં જોવાનો નિર્ણય કર્યો છે જેથી ભારત જીતે. મમ્મી અને ઐશ્વર્યા તેમના રૂમમાં જઈને સ્કોર જણાવતી રહેશે.