• શનિવાર, 25 માર્ચ, 2023

વિક્રમ આદિત્ય મોટવાનીની સાયબર થ્રિલર ફિલ્મમાં અનન્યા પાંડે 

ફિલ્મમેકર વિક્રમ મોટવાનીની આગામી સાયબર થ્રિલર ફિલ્મમાં અભિનેત્રી અનન્યા પાંડેને લેવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ નિખિલ દ્વિવેદી કરશે. ઉડાન, લૂટેરા, ભાવેશ જોશી સુપરહીરો અને એક વર્સીસ એકે જેવી ફિલ્મો બનાવનાર મોટવાનીએ કહ્યું હતું કે, આ નવી ફિલ્મ આધુનિક યુગની અપીલ ધરાવે છે અને અત્યારના સમયને અનુરૂપ છે. આ ફિલ્મ ક્રીનલાઈફર છે અને આપણે સતત ટીવી, ફોન, કૉમ્પ્યુટરની ક્રીન દ્વારા જ ફિલ્મ દર્શાવાવમાં આવશે. આવું કશું અગાઉ મેં કે અનન્યાએ કર્યું નથી. આથી અમે અત્યંત ઉત્સાહિત છીએ. અનન્યાએ કહ્યું કે, મોટવાની સાથે કામ કરવાની ઈચ્છા મને લાંબા સમયથી હતી. આથી મેં તો તરત જ હા પાડી દીધી હતી. મેં કારકિર્દી શરૂ કરી ત્યારથી તેમની ફિલ્મ કરવાના સપના જોતી હતી. મારી આ ઈચ્છા હવે પૂરી થઈ.