અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 : હરીફ ખાદ્યતેલોમાં નબળાઈના દબાણથી મલેશિયન પામતેલ વાયદામાં સોમવારે ઘટાડો થયો હતો.સીપીઓ મે કોન્ટ્રાક્ટ 48 રીંગીટ ઘટીને 4045ની સપાટીએ બંધ થયો હતો.જોકે નીચી ઈન્વેન્ટરીઝ અને સારી નીકાસ દ્રારા વાયદાને ટેકો મળ્યો હતો.પામતેલના ભાવ ચુસ્ત ઉપલબ્ધના કારણે 4000 રીંગીટ રહેવાની ધારણા મલેશિયન પામતેલ એસોસીએશન દ્રારા વ્યક્ત કરવામાં આવી છે.ઉત્પાદન અને આયાતમાં ઘટાડો થતા ફેબ્રુઆરીના અંતમાં પામતેલનો સ્ટોક છ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે.માર્ચ મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં નિકાસ ફુબ્રુઆરી મહિનાની સરખામણીએ 43 થી 52 ટકાની વચ્ચે વધી છે.ડેલિયનનો સૌથી વધુ સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ 1.6 ટકા ઘટયો જ્યારે પામતેલ કોન્ટ્રાક્ટ 1.5 ટકા ઘટયો હતો. સ્થાનિક બજારમાં કંડલા બંદરે પામતેલ હાજર રૂ.935-937ના સ્તરે જળવાયેલું રહ્યું હતું.જ્યારે સોયાતેલ રૂ.5 ઘટીને રૂ. 1045-1047માં મળતું હતું.
સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂ. 1675ની સપાટીએ સ્થિર રહ્યો હતો.ગોંડલ લાઈનમાં લૂઝનો ભાવ રૂ.1700 બોલાતો હતો.લૂઝમાં લેવાલી ઠંડી હોવાથી મિલો દ્રારા આશરે 15-17 ટેન્કરના કામકાજ કરવામાં આવ્યા હતા.ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2577-2578 રહ્યો હતો.સીંગખોળનો ભાવ રૂ. 39000 હતો.કપાસિયા વોશમાં રૂ.5નો ઘટાડો થતા ભાવ રૂ. 955-960 હતો.વોશમાં મિલો દ્રારા આશરે 15-20 ટેન્કરના સોદા કરાયા હતા.