• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સીંગતેલમાં ડબે રૂ. 10નો ઘટાડો  

રાજકોટ,તા.24 : સૌરાષ્ટ્રમાં સીંગતેલના ભાવ ટકેલા હતા.લૂઝનો ભાવ રૂ.1600-1625ની સપાટીએ જળવાયેલો રહેતા મિલો દ્રારા 10-15 ટેન્કરના સોદા કરવામાં આવ્યા હતા.ગોંડલ લાઈનમાં લૂઝનો ભાવ રૂ.1550 સુધી બોલાતો હતો.જોકે નીચા ભાવે વેચવાલી ન હોવાથી કામકાજ થયા ન હતા.ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2502-2503 રહ્યો હતો.સીંગખોળનો ભાવ રૂ.36500 હતો. 

કપાસિયા તેલમાં ઘટાડો હતો.વોશના ભાવમાં રૂ.15નો ઘટાડો થતા ભાવ રૂ.1075 રહ્યો હતો.વોશમાં બે દિવસમાં રૂ.50નો ઘટાડો નોંધાયો હતો.વોશમાં નીચા મથાળે ઘરાકી નીકળતા મિલો દ્રારા આશરે 40-45 ટેન્કરના કામકાજ કરવામાં આવ્યા હતા.વોશમાં સોમવારે પણ રૂ.35નો ઘટાડો થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ.7 ના ઘટાડા સાથે રૂ.885માં મળતું હતું.જયારે સોયાતેલનો ભાવ રૂ. 1175 હતો.સોયાતેલમાં આગલા દિવસથી રૂ.7નો ઘટાડો થયો હતો. રાજકોટમાં સીંગતેલમાં ડબે રૂ.10 અને કપાસિયા તેલમાં ડબે રૂ.15નો ઘટાડો થયો હતો.