• શનિવાર, 25 માર્ચ, 2023

જાન્યુઆરીમાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ ત્રણ મહિનાના તળિયે  

નવી દિલ્હી, તા. 2 : ભારતનો ઉત્પાદન માટેનો પર્ચેસિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) ઘટીને જાન્યુઆરીમાં ત્રણ મહિનાના તળિયે પહોંચ્યો છે. ઉત્પાદન અને વેચાણ ઘટવાથી આમ થયું છે. 

એસ ઍન્ડ પી ગ્લોબલ દ્વારા સંકલિત પીએમઆઈ ડિસેમ્બરમાં 57.8 હતો જે છેલ્લાં બે વર્ષની ઊંચી સપાટીએ હતો. જાન્યુઆરીમાં તે ઘટી 55.4 રહ્યો હતો.

સર્વે જણાવે છે કે નવા નિકાસ અૉર્ડરોમાં નામનો જ વધારો થયો છે. આથી નવા બિઝનેસ વિકાસ માટેનું મુખ્ય માધ્યમ સ્થાનિક બજાર જ રહેલ છે.

જાન્યુઆરીમાં રસાયણ, ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ, એનર્જી, મેટલ, પૅકેજિંગ કોસ્ટ વધવાથી ઇનપુટ ભાવો વધ્યા હતા પણ ફુગાવાનો દર લાંબા ગાળાની સરેરાશથી નીચો રહ્યો હતો. પરિણામે ઉત્પાદકોએ જાન્યુઆરીમાં તેમના વેચાણ ભાવો વધાર્યા હતા.